LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
બિઝનેસ

1 નવેમ્બરથી બદલાઈ જશે આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર!

 દરેક મહિનાની શરૂઆત દેશમાં એવા અનેક ફેરફારો લઈને આવે છે, જે સામાન્ય માણસના ખિસ્સા, રોજિંદા જીવન અને મુસાફરી પર સીધી અસર કરે છે. 1 નવેમ્બર, 2026થી કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો અમલમાં આવવા જઈ રહ્યા છે. સ્પામ કોલ્સથી રાહત આપ

Time News Gujarat ·
1 નવેમ્બરથી બદલાઈ જશે આ મોટા નિયમો, તમારા ખિસ્સા પર પડશે સીધી અસર!
WhatsApp Facebook X Telegram LinkedIn Email

દરેક મહિનાની શરૂઆત દેશમાં એવા અનેક ફેરફારો લઈને આવે છે, જે સામાન્ય માણસના ખિસ્સા, રોજિંદા જીવન અને મુસાફરી પર સીધી અસર કરે છે. 1 નવેમ્બર, 2026થી કેટલાક મહત્વપૂર્ણ નવા નિયમો અમલમાં આવવા જઈ રહ્યા છે. સ્પામ કોલ્સથી રાહત આપવા માટેની નવી કોલર આઈડી સિસ્ટમથી લઈને દિલ્હીમાં જૂના વાહનોના ઉપયોગ પર પ્રતિબંધ અને ગેસ સિલિન્ડરના ભાવમાં ફેરફાર સુધી, શું શું બદલાવા જઈ રહ્યું છે, તેના વિશે આ લેખમાં જાણીશું.

1 નવેમ્બરથી બદલાઈ જશે આ નિયમો

LPG સિલિન્ડર અને ફ્યુઅલના ભાવમાં ફેરફાર

દરેક મહિનાની પહેલી તારીખની જેમ જ સરકારી ઓઈલ અને ઊર્જા કંપનીઓ 1 નવેમ્બરે નવા ભાવ જાહેર કરશે. આમાં ઘરેલું અને વ્યાપારી એલપીજી સિલિન્ડરના નવા ભાવ નક્કી કરવામાં આવશે. આ ઉપરાંત સીએનજી CNG, PNG અને જેટ ફ્યુઅલના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે, જેની સીધી અસર મુસાફરીના ખર્ચ અને ઘરના બજેટ પર પડશે.

દિલ્હીમાં નોન-BS6 વાહનોના પ્રવેશ અને સંચાલન પર પ્રતિબંધ

શિયાળાની ઋતુમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વધતા વાયુ પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારે તેના વિન્ટર એક્શન પ્લાન હેઠળ કડક પગલાં અમલમાં મૂક્યા છે. આ નિયમ 1 નવેમ્બર, 2026થી 31 જાન્યુઆરી, 2027 સુધી લાગુ રહેશે.આ સમયગાળા દરમિયાન, દિલ્હીના રસ્તાઓ પર નોન-BS6 એટલે કે જૂના વાહનોના સંચાલન અને પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. રાજધાનીમાં માત્ર BS6 માનક ધરાવતા વાહનો, ઇલેક્ટ્રિક વાહનો (EVs) અને સીએનજી (CNG) સંચાલિત વાહનોને જ ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ભારે દંડ થઈ શકે છે.

કોલર આઈડી સિસ્ટમ અમલમાં આવશે

આજના સમયમાં છેતરપિંડીભર્યા અને સ્પામ કોલ્સ સામાન્ય જનતા માટે મોટી પરેશાની બની ગયા છે. આ સમસ્યામાંથી રાહત આપવા માટે સરકારે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. 1 નવેમ્બરથી દેશભરના 4G અને 5G નેટવર્ક પર એક સત્તાવાર કોલર આઈડી સેવા શરૂ કરવામાં આવશે.

જ્યારે પણ તમને કોઈ અજાણ્યા નંબર પરથી કોલ આવે, ત્યારે કોલ કરનારનું સાચું નામ જે ટેલિકોમ ડેટાબેઝ (KYC)માં નોંધાયેલું છે, તે તમારા ફોનની સ્ક્રીન પર દેખાશે. આ સુવિધા ઉપલબ્ધ હોવાથી, કોલ કરનારની ઓળખ જાણવા માટે તમારે હવે Truecaller જેવી થર્ડ-પાર્ટી એપ્લિકેશન્સ પર નિર્ભર રહેવાની જરૂર નહીં પડે.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

Hi મોકલો