LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
અમદાવાદ

સ્માર્ટ સિટી કે કાચા રસ્તાનું શહેર? AMCની ઉઘાડી પડી પોલ: સ્માર્ટ સિટી અમદાવાદમાં 52% થી વધુ રસ્તાઓ હજુ પણ કાચા!

 રાજ્યની 11 મહાનગરપાલિકાઓ અને 120 નગરપાલિકાઓના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ગુજરાતના શહેરોમાં 23 ટકા રસ્તાઓ હજુ પણ કાચા હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટું અને સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ આ યાદીમ

Time News Gujarat ·
સ્માર્ટ સિટી કે કાચા રસ્તાનું શહેર? AMCની ઉઘાડી પડી પોલ: સ્માર્ટ સિટી અમદાવાદમાં 52% થી વધુ રસ્તાઓ હજુ પણ કાચા!
WhatsApp Facebook X Telegram LinkedIn Email

રાજ્યની 11 મહાનગરપાલિકાઓ અને 120 નગરપાલિકાઓના તાજેતરના અહેવાલમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. જેમાં ગુજરાતના શહેરોમાં 23 ટકા રસ્તાઓ હજુ પણ કાચા હોવાનું સામે આવ્યું છે. સૌથી મોટું અને સ્માર્ટ સિટી ગણાતું અમદાવાદ આ યાદીમાં સૌથી મોખરે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં કુલ રસ્તાઓના 52 ટકાથી પણ વધુ, એટલે કે અંદાજે 2,102 કિલોમીટર જેટલા રસ્તાઓ આજે પણ કાચા હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. મેગાસિટી અમદાવાદના અડધાથી વધુ માર્ગો કાચા હોવાના આંકડાએ મનપાના કામકાજ અને વિકાસના દાવાઓ સામે મોટા સવાલો ઊભા કર્યા છે.

એક તરફ રોડ નેટવર્કની આવી સ્થિતિ છે, તો બીજી તરફ આ રસ્તાઓની જાળવણી પાછળ મોટો સરકારી ખર્ચ થઈ રહ્યો છે. રિપોર્ટ મુજબ, રાજ્યભરમાં રસ્તાઓના નેટવર્કને સુધારવા અને માર્ગોની સફાઈ પાછળ એક જ વર્ષમાં અંદાજે 2,523 કરોડ જેટલી અધધ રકમ ખર્ચવામાં આવી છે. કરોડો રૂપિયાના ધુમાડા છતાં નાગરિકોને પાકા રસ્તાની સુવિધા ન મળવી એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.

માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય નાના-મોટા શહેરોની સ્થિતિ પણ ચિંતાજનક છે. નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓની આ યાદીમાં અમદાવાદ ઉપરાંત પોરબંદર, નવસારી અને સૌરાષ્ટ્રનું પાટનગર ગણાતું રાજકોટ પણ સામેલ છે. આ શહેરોમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં કાચા રસ્તાઓ આવેલા છે, જેના કારણે સ્થાનિક રહીશો અને વાહનચાલકોને ચોમાસા દરમિયાન તથા દૈનિક અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે.

સામાન્ય રીતે એસ્ફાલ્ટ (ડામર) કે સિમેન્ટ-કૉન્ક્રીટનો ઉપયોગ કરીને મજબૂત રીતે બનાવવામાં આવતા માર્ગોને પાકા રસ્તા ગણવામાં આવે છે. જ્યારે કોઈપણ જાતના ડામર કે કૉન્ક્રીટના કોટિંગ વિના માત્ર સાદી માટી, રેતી કે કાંકરી પાથરીને બનાવવામાં આવેલા અથવા કુદરતી રીતે બનેલા માર્ગોને કાચા રસ્તા ગણવામાં આવે છે. આવા રસ્તાઓ ધૂળિયા હોય છે અને વરસાદી ઋતુમાં કાદવ-કીચડના કારણે સંપૂર્ણપણે બિનઉપયોગી બની જાય છે.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
Hi મોકલો