LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
અમદાવાદ

આણંદના આંકલાવમાં પોલીસ મથકની અંદર જ લાંચ લેતા ઝડપાયા PI વનાર, ACની કરી હતી માંગણી, ના પાડતા 40,000 માંગ્યા

આણંદની એસીબીએ ગુરુવારે સાંજે આંકલાવ પોલીસ મથકમાં લાંચ માટે એક છટકું ગોઠવી 40 હજાર રૂપિયાની લાંચ લેતા પીઆઈ રાજદીપસિંહ બી. વનારને રંગેહાથે ઝડપી પાડતાં પોલીસ બેડામાં હડકંપ જવા પામ્યો છે. એક કેમિકલ ફેક્ટરી પ્રદૂષણ છોડતી હતી

Time News Gujarat ·
આણંદના આંકલાવમાં પોલીસ મથકની અંદર જ લાંચ લેતા ઝડપાયા PI વનાર, ACની કરી હતી માંગણી, ના પાડતા 40,000 માંગ્યા
WhatsApp Facebook X Telegram LinkedIn Email

આણંદની એસીબીએ ગુરુવારે સાંજે આંકલાવ પોલીસ મથકમાં લાંચ માટે એક છટકું ગોઠવી 40 હજાર રૂપિયાની લાંચ લેતા પીઆઈ રાજદીપસિંહ બી. વનારને રંગેહાથે ઝડપી પાડતાં પોલીસ બેડામાં હડકંપ જવા પામ્યો છે. એક કેમિકલ ફેક્ટરી પ્રદૂષણ છોડતી હતી અને નજીકમાં જ બાળકોની આંગણવાડી હતી જેના કારણે ચિંતા વધી હતી ત્યારે લોકોએ આ કેમિકલ ફેક્ટરી અંગે પીઆઈ રાજદીપસિંહ વનારને ફરિયાદ કરતા ઉલ્ટું તેમણે તે કંપનીના માલિક પાસે આ મામલાની પતાવટ માટે એસીની માંગણી હતી, એસી આપવાની ના પાડતા તેમણે 40000 રૂપિયા રોકડા માંગ્યા હતા. જો કે કંપનીના માલિકે એસીબી કચેરીમાં જાણ કરતા પોલીસ મથકમાં જ છટકું ગોઠવીને આ લાંચિયા પીઆઈને એસીબીએ પકડ્યા હતા.

આણંદના આંકલાવ તાલુકાના ખડોલ (હ) ગામના રાજનગરમાં આવેલી જે. જે. કેમિકલ ફેક્ટરીમાંથી નીકળતા કેમીકલયુક્ત ધુમાડા અને પ્રદૂષણના કારણે આસપાસના ખેતીના પાકોને નુકશાન થતું હતું અને ભૂગર્ભ જળ પણ પ્રદૂષિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. ચિંતાની વાત એ હતી કે આ ફેક્ટરીની નજીક આંગણવાડી હોવાને કારણે નાના બાળકોના સ્વાસ્થ્યને પણ ગંભીર સમસ્યા ઉભી થઈ રહી હતી.

થોડા સમય પૂર્વે ફેક્ટરીમાં આવેલી ઓઈલ ટેન્ક લીકેજ થતા સમગ્ર વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાઈ જવા પામ્યો હતો. જેને લઈને ગ્રામજનો ભેગા થયા હતા અને ફેક્ટરી સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી. કેટલીક સંસ્થાઓએ પણ ગામની મુલાકાત લઈને આ ફેક્ટરી બંધ થાય તે માટેની રજૂઆતોનો દોર હાથ ધર્યો હતો. સમગ્ર મામલો પ્રદુષણ નિયંત્રણ બોર્ડી સાથે સંકળાયેલો હોવા છતાં પણ આંકલાવના પીઆઈ રાજદિપસિંહ ભગવતસિંહ વનાર દ્વારા ફેક્ટરીના સંચાલકને પોલીસ મથકે બોલાવીને ધમકાવી ફેક્ટરી પ્રદૂષણ ફેલાવે છે તેમ કહીને ફેક્ટરી બંધ કરાવી દેવાની ધમકી આપીને દોઢ ટન એસીની માંગણી કરી હતી.

જો કે ફરિયાદીએ આપવાની ના પાડતા રૂ।. 40000 રોકડા લાંચ આપી દેવાની માંગણી કરી હતીફેક્ટરીના માલિકે આણંદ એસીબી કચેરીમાં લાંચની ફરિયાદ નોંધાવતા એસીબી પી.આઈ આર એન વિરાણીએ ગુરુવારે સાંજના સુમારે આંકલાવ પોલીસ મથકમાં લાંચના છટકાનું આયોજન કર્યું હતું જેમાં પીઆઇ રાજદીપસિંહ વનાર ₹40,000 ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. એસીબીની ટીમને જોતા જ રાજદીપસિંહ વનારે ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને એસીબીની ટીમ સાથે ઝપાઝપી કરી હતી પરંતુ એસીબીની ટીમે પી.આઈ નો ભાગવાનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

એસીબી પોલીસે લાંચ લેતા ઝડપાયેલા પીઆઇ રાજદિપસિંહ વનારની ધરપકડ કર્યા બાદ વધુ તપાસ અમદાવાદ ગ્રામ્ય એસીબી પોલીસને સોંપવામાં આવતા એસીબી ની ટીમ આણંદ ખાતે દોડી આવી હતી અને ત્યારબાદ ટીમે આંકલાવ ખાતે રાજદીપસિંહ વનારના નિવાસ્થાન ખાતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. રાત્રિના 11 વાગ્યા બાદ એસીબી પોલીસે પીઆઇ રાજદિપસિંહના નિવાસ્થાને ઓપરેશન હાથ ધરતા ચકચાર મચી જવા પામી હતી.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
Hi મોકલો