LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
અમદાવાદ

અમદાવાદમાં નબીરાએ દારૂ ઢીંચી ફૂટપાથ પર 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રનાં મોત; કારમાંથી 6 બિયર મળી

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક 2 નવેમ્બરની રાત્રે આશરે 9.30થી 9.45 વાગ્યાના અરસામાં બેફામ સ્પીડે આવેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં.

Time News Gujarat ·
અમદાવાદમાં નબીરાએ દારૂ ઢીંચી ફૂટપાથ પર 4 લોકોને કચડ્યાં, માતા-પુત્રનાં મોત; કારમાંથી 6 બિયર મળી
WhatsApp Facebook X Telegram LinkedIn Email

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક 2 નવેમ્બરની રાત્રે આશરે 9.30થી 9.45 વાગ્યાના અરસામાં બેફામ સ્પીડે આવેલી લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારે ફૂટપાથ પર બે મહિલા સહિત ચાર લોકોને અડફેટે લીધા હતાં. કારની જોરદાર ટક્કર બાદ એક યુવક કારના બોનેટ અને દિવાલ વચ્ચે ભીંસાઈ જતા હૃદયદ્રાવક દૃશ્યો સર્જાયા હતા.

કાર પાછળ ખચે તેમ ન હોવાથી હાજર લોકોએ કારને ઊંચકીને યુવકને બહાર કાઢ્યો હતો. અકસ્માતમાં ગંભીર ઈજાઓને કારણે ચણિયાચોળી વેચનાર માતા પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનાં 15 વર્ષીય પુત્ર સાગર નગવાડિયાના કરુણ મોત નીપજ્યાં છે. જ્યારે ખરીદી કરી રહેલા કાર્તિક વસોયા (ઉં.વ.34) અને તેમની પત્ની સ્નેહલબેન વસોયા (ઉં.વ.34) ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.

તપાસમાં કારચાલક નાના ચિલોડામાં રહેતો 36 વર્ષીય વિરલ સવજીભાઈ ચૌધરી હોવાનું સામે આવ્યું છે. અકસ્માત સમયે વિરલ દારૂના નશામાં હતો અને કાર ગફલતભરી રીતે હંકારતા સીધી ફૂટપાથ પર ચડી ગઈ હતી અને નિર્દોષ લોકોને કચડી નાખ્યા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ વિરલ નશામાં હોવાનું સામે આવ્યું છે અને કારમાંથી 6 બિયરના ટીન પણ મળ્યાં છે.

‘આઈ’ ડિવિઝન ટ્રાફિક પોલીસ સ્ટેશનના PI એસ.આઈ. સુમરાએ જણાવ્યું કે,

રાત્રે 9.30 વાગ્યાના અરસામાં અક્ષર હોસ્પિટલ સામે ફૂટપાથ પર GJ18EF4060 નંબરની ફોર્ચ્યુનર ગાડીના ચાલકે ગંભીર અકસ્માત સર્જ્યો હતો. આ દુર્ઘટનામાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી સારવાર દરમિયાન 2 લોકોનાં મોત નીપજ્યાં છે અને અન્ય 2 લોકો હાલ સારવાર હેઠળ છે. મૃતકોમાં પૂનમબેન જીતેન્દ્રભાઈ નગવાડિયા અને તેમનો 15 વર્ષીય પુત્ર સાગર જીતેન્દ્રભાઈ નગવાડિયા સામેલ છે, જ્યારે કાર્તિકભાઈ અને એક અજાણી સ્ત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે. અકસ્માત સર્જનાર કારચાલક વિરલ સવજીભાઈ ચૌધરીની ગાડીમાંથી બિયરનાં ટીન મળી આવ્યાં છે. ઘટના બાદ એકઠા થયેલા લોકોના ટોળાએ માર મારતાં તેમજ નશાની મેડિકલ તપાસ અર્થે ચાલકને હોસ્પિટલ લઈ જવાયો હતો, જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હાલ આરોપી વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-105 (સાપરાધ મનુષ્યવધ) તથા મોટર વ્હીકલ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
Hi મોકલો