LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
અમદાવાદ

આવી ગયા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઇ ગુડ ન્યૂઝ, પૂરું થવા જઇ રહ્યું છે આ કામ

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરામાં પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન (TSS) બાંધકામના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર ટ્રેનોના અવિરત સંચાલન માટે વીજ પુરવઠો સ

Time News Gujarat ·
આવી ગયા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનને લઇ ગુડ ન્યૂઝ, પૂરું થવા જઇ રહ્યું છે આ કામ
WhatsApp Facebook X Telegram LinkedIn Email

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગ રૂપે ગુજરાતના નવસારી જિલ્લાના બિલીમોરામાં પ્રથમ ટ્રેક્શન સબસ્ટેશન (TSS) બાંધકામના અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. હાઇ-સ્પીડ રેલ કોરિડોર પર ટ્રેનોના અવિરત સંચાલન માટે વીજ પુરવઠો સુનિશ્ચિત કરવા માટે કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન વિકસાવવામાં આવી રહ્યા છે. બિલીમોરા સબસ્ટેશનનું બાંધકામ એક મહત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ માનવામાં આવે છે. આશરે 18,000 ચોરસ મીટરના વિસ્તારમાં ફેલાયેલા આ સબસ્ટેશન પર બાંધકામનું કામ મોટાભાગે પૂર્ણ થયું છે.

અહી ઉપકરણોનું લગાવવુ, પરીક્ષણ અને કમિશનિંગ ચાલુ છે. બિલ્ડિંગમાં કંટ્રોલ પેનલ, ચેન્જઓવર સ્વીચો, ટ્રાન્સફોર્મર અને સર્કિટ બ્રેકર્સું ઇન્સ્ટ્રોલેશન કામ પૂર્ણ થઈ ગયું છે. આ ઉપરાંત બધા ગેન્ટ્રી ટાવર અને બીમનું બાંધકામ પણ પૂર્ણ થઈ ગયું છે.

મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કોરિડોર પર કુલ 14 ટ્રેક્શન સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આમાંથી પાંચ મહારાષ્ટ્રમાં અને નવ ગુજરાતમાં સ્થિત હશે. મહારાષ્ટ્રમાં મુંબઈ, થાણે, વિરાર, બોઈસર અને થાણે ડેપોમાં સબસ્ટેશન વિકસાવવામાં આવશે. ગુજરાતમાં વલસાડ જિલ્લાના વાપી તેમજ બિલીમોરા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, મહેમતાબાદ, અમદાવાદ અને સાબરમતી ડેપોમાં ટ્રેક્શન સબસ્ટેશન બનાવવામાં આવી રહ્યા છે. આનો હેતુ કોરિડોર સાથે એક મજબૂત પાવર સપ્લાય નેટવર્ક બનાવવાનો છે.ગુજરાતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ટ્રેક્શન સબસ્ટેશનને ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 220 કેવી અંબેથા ગ્રીડ સબસ્ટેશનમાંથી વીજળી પ્રાપ્ત થશે. આ પાવરને જરૂરી વોલ્ટેજ સ્તરમાં રૂપાંતરિત કરવામાં આવશે અને પછી કોરિડોર પર સ્થાપિત ઓવરહેડ ઇક્વિપમેન્ટમાં ટ્રાન્સમિટ કરવામાં આવશે. આ હાંસલ કરવા માટે પ્રોજેક્ટ 2×25 કેવી ટ્રેક્શન પાવર સપ્લાય સિસ્ટમ અપનાવે છે. ઓવરહેડ સાધનો દ્વારા ટ્રેનોમાં વીજળી પહોચશે. ટ્રેનના પેન્ટોગ્રાફ ઓવરહેડ વાયર સાથે જોડાશે અને વીજળી મેળવશે, જેનાથી હાઇ-સ્પીડ ટ્રેનનું સંચાલન શક્ય બનશે.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
Hi મોકલો