LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
બિઝનેસ

દિવાળી પહેલાં ખાદ્યતેલના ભાવમાં ભડકો! નવી સીઝનમાં જ સીંગતેલ અને કપાસિયાના ભાવ વધ્યા, જાણો નવા ભાવ

દિવાળી પહેલા ગૃહિણીઓને ફરી એક મોટો ઝટકો મળ્યો છે. જી હા…રાજકોટ સહિત સમગ્ર રાજ્યની મહિલાઓની દિવાળી બગડે એવા માઠા સમાચાર સામે આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો

Time News Gujarat ·
દિવાળી પહેલાં ખાદ્યતેલના ભાવમાં ભડકો! નવી સીઝનમાં જ સીંગતેલ અને કપાસિયાના ભાવ વધ્યા, જાણો નવા ભાવ
WhatsApp Facebook X Telegram LinkedIn Email

દિવાળી પહેલા ગૃહિણીઓને ફરી એક મોટો ઝટકો મળ્યો છે. જી હા…રાજકોટ સહિત સમગ્ર રાજ્યની મહિલાઓની દિવાળી બગડે એવા માઠા સમાચાર સામે આવ્યા છે. ખાદ્યતેલના ભાવમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. સીંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં સતત વધારો થતાં બજારમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો છે. નવી સિઝન સમયે જ સીંગતેલમાં 15 રૂપિયા અને કપાસિયા તેલના ભાવમાં 20 રૂપિયાનો વધારો નોંધાયો છે.

નવી સિઝનની શરૂઆતમાં જ ખાદ્યતેલના ભાવ વધતાં ગ્રાહકોના ખિસ્સા પર બોજ વધી રહ્યો છે. સીંગતેલમાં પ્રતિ ડબ્બે 15 રૂપિયાનો વધારો નોંધાયો છે, જેના કારણે સીંગતેલનો પ્રતિ ડબ્બાનો ભાવ 2970 રૂપિયાથી વધીને 3030 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જ્યારે કપાસિયા તેલમાં પણ પ્રતિ ડબ્બે 20 રૂપિયાનો વધારો થયો છે, જેનાથી તેનો ભાવ 2575 રૂપિયાથી વધીને 2625 રૂપિયા થયો છે.ચાલુ વર્ષે ગુજરાતમાં ઓછો વરસાદ નોંધાયો છે. જેના કારણે મગફળીના ઉત્પાદન પર મોટી અસર પડી છે. વરસાદની ખેંચને લીધે ખેડૂતો જોઈએ એવું વાવેતર કરી શક્યા નથી. બીજી બાજુ વરસાદ ખેંચાવાના કારણે વાવેતર અને પાકની ગુણવત્તા પર અસર થતાં આ વખતે સૌરાષ્ટ્રમાં મગફળીનું ઉત્પાદન નોંધપાત્ર રીતે ઘટ્યું છે.

ગુજરાતના ગંજ બજારોમાં મગફળીની નવી આવક શરૂ તો થઈ છે, પરંતુ ઉત્પાદન ઓછું હોવાના કારણે આવક પ્રમાણમાં ખૂબ જ ઓછી દેખાઈ રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે મગફળીના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ/મણ 400 થી 500 રૂપિયાનો સીધો વધારો થયો છે. નવી મગફળીની ઓછી આવક અને ઊંચા કાચા માલના ભાવના પરિણામે ખાદ્યતેલોના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે.

સમાચારના મુખ્ય અંશો:-

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

Hi મોકલો