LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
અમદાવાદ

દુબઈ જેવી સ્કાયલાઈન અમદાવાદમાં, ₹570 કરોડના ખર્ચે બનશે ‘સિટી સ્ક્વેર’:સિંધુ ભવન રોડ પર 55 માળ જેવડો આઈકોનિક ટાવર બનશે

દુબઈની ‘જુમેરાહ સ્કાયલાઇન’ જેમ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સિંધુ ભવન રોડ ખાતે ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ બનાવવા જઈ રહ્યું છે. 175 મીટર(અંદાજે 574 ફૂટ) ઊંચા ટાવરમાં રેસ્ટોરન્ટ, કેફે, સ્કાય ડેક અન

Time News Gujarat ·
દુબઈ જેવી સ્કાયલાઈન અમદાવાદમાં, ₹570 કરોડના ખર્ચે બનશે ‘સિટી સ્ક્વેર’:સિંધુ ભવન રોડ પર 55 માળ જેવડો આઈકોનિક ટાવર બનશે
WhatsApp Facebook X Telegram LinkedIn Email

દુબઈની ‘જુમેરાહ સ્કાયલાઇન’ જેમ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) સિંધુ ભવન રોડ ખાતે ₹570 કરોડના ખર્ચે ‘અમદાવાદ સિટી સ્ક્વેર’ બનાવવા જઈ રહ્યું છે.

175 મીટર(અંદાજે 574 ફૂટ) ઊંચા ટાવરમાં રેસ્ટોરન્ટ, કેફે, સ્કાય ડેક અને વ્યુ ગેલેરી તૈયાર કરાશે. અહીં આધુનિક આર્કિટેક્ચર સાથે વિવિધ જાહેર સુવિધા, મનોરંજન માટે એમ્ફીથિયેટર, સાંસ્કૃતિક અને કોમર્શિયલ પ્રવૃત્તિઓથી સજ્જ આઈકોનિક સ્ક્વેર શહેરની સ્કાયલાઈનને એક નવી ઓળખ આપશે.

AMC દ્વારા આ પ્રોજેક્ટ માટે 25 ઓક્ટોબર, 2026ના રોજ ટેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટનું કામ કોન્ટ્રાક્ટરને આપ્યા બાદ પ્રોજેક્ટ પૂર્ણ કરવા માટે 42 મહિના એટલે કે સાડા ત્રણ વર્ષનો સમયમાં લાવશે.

આ પ્રોજેક્ટમાં ગ્રાઉન્ડ લેવલથી ઉપર લોઅર ગ્રાઉન્ડ તથા અપર ગ્રાઉન્ડ વિકસાવવામાં આવશે. લોઅર ગ્રાઉન્ડ ખાતે શોપ્સ તથા આર્ટ ગેલેરી વિકસાવવામાં આવશે, જેના દ્વારા કોમર્શિયલ તેમજ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની સુવિધા ઊભી થશે. અપર ગ્રાઉન્ડ ખાતે ચારેય ખૂણામાં ફૂડ કિઓસ્ક તથા 310 વ્યક્તિઓની બેઠક વ્યવસ્થા ધરાવતું એમ્ફીથિયેટર, ગાર્ડન, ફૂડ કોર્ટ તથા વોટર ફાઉન્ટેન સહિતની સુવધાઓ સાથે અર્બન પ્લાઝા વિકસાવવામાં આવશે.

અમદાવાદ સિટી સ્ક્વેરમાં અંદાજિત 175 મીટર ઊંચાઈનો આઇકોનિક ટાવર વિકસાવવામાં આવશે. ટાવરમાં અંદાજિત 40 મીટરની ઊંચાઈએ બે માળનું રેસ્ટોરન્ટ બનાવાશે, જેમાં એક સાથે અંદાજિત 1200થી વ્યક્તિઓ બેસી શકે તેવી વ્યવસ્થા રહેશે. રેસ્ટોરન્ટની ઉપર ટેરેસ ડેક કેફે વિકસાવાશે, જેમાં અંદાજિત 200 વ્યક્તિ માટે બેસવાની વ્યવસ્થા રહેશે. આ સુવિધા માટે અંદાજિત 6485 ચોરસ મીટર જેટલું બાંધકામ 40 મીટરની ઉંચાઈમાં રાઉન્ડ આકારમાં કરાશે.

ટાવરની ટોચે અંદાજિત 175 મીટરની ઊંચાઈએ સ્કાય ડેક તથા સ્કાય વોક વિકસાવાશે. અહીંથી અમદાવાદ શહેરનો પેનોરેમિક વ્યુ નિહાળી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરાશે. સ્કાય ડેક ખાતે એકસાથે અંદાજિત 75 વ્યક્તિ વ્યુ ગેલેરીનો લાભ લઈ શકે તેવી સુવિધા ઊભી કરાશે. ટાવરના અંદાજિત 40 મીટરની ઊંચાઈથી 175 મીટરની વચ્ચે વિશાળ ડિજિટલ સ્ક્રીન તૈયાર કરાશે. આ ડિજિટલ સ્ક્રીન પર સતત ડિજિટલ જાહેરાતો પ્રદર્શિત કરી શકાશે.

અમદાવાદ સિટી સ્ક્વેરમાં ગ્રાઉન્ડ લેવલથી અંદાજિત 15 મીટર ઊંડાઈએ ત્રણ બેઝમેન્ટ બનાવવામાં આવશે, જેમાં કુલ 1500 વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત સામેની બાજુએ કોર્પોરેશનના પ્લોટમાં વધારાનું પાર્કિંગ ઊભું કરાશે જેમાં 450 વાહનો પાર્ક કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
Hi મોકલો