LIVE TV📞 079901 08502🌙 Dark
LIVE TV
BREAKING
અમદાવાદ

હરણીકાંડ બાદ બે વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ ફરી શરૂ કરવાની AMCની તૈયારી, 20 બોટ થશે કાર્યરત, જાણો કેટલી હશે ટિકિટ ?

 વડોદરાના હરણી બોટકાંડ બાદ રાજ્યભરમાં બોટિંગની સલામતીને લઈને કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા હતા. જેના પગલે અમદાવાદના કાંકરિયા તળાવ પરિસરમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી બોટિંગ સેવા હવે ફરી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી

Time News Gujarat ·
હરણીકાંડ બાદ બે વર્ષથી બંધ કાંકરિયા બોટિંગ ફરી શરૂ કરવાની AMCની તૈયારી, 20 બોટ થશે કાર્યરત, જાણો કેટલી હશે ટિકિટ ?
WhatsApp Facebook X Telegram LinkedIn Email

વડોદરાના હરણી બોટકાંડ બાદ રાજ્યભરમાં બોટિંગની સલામતીને લઈને કડક નિયમો અમલી બનાવવામાં આવ્યા હતા. જેના પગલે અમદાવાદના કાંકરિયા તળાવ પરિસરમાં છેલ્લા બે વર્ષથી બંધ રહેલી બોટિંગ સેવા હવે ફરી શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા કાંકરિયા પરિસરમાં 20 બોટ કાર્યરત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

બોટિંગ સેવા શરૂ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા અગાઉ જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું પાલન કરવું ફરજિયાત રહેશે. જેમાં બોટમાં બેસનારા દરેક મુલાકાતીનો રૂ. 10 લાખનો વ્યક્તિગત વીમો, લાઇફ જેકેટ, રેસ્ક્યુ બોટ અને અન્ય સુરક્ષા ઉપકરણોની વ્યવસ્થા રાખવાની રહેશે. આ ઉપરાંત બોટિંગ સ્થળે એમ્બ્યુલન્સ પણ ફરજિયાત હાજર રાખવાની રહેશે.

સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે કાંકરિયા પરિસરમાં આશરે 24 CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. કુલ 20 બોટમાંથી 19 બોટનો ઉપયોગ બોટિંગ માટે કરવામાં આવશે, જ્યારે બે સ્પીડ બોટને રેસ્ક્યુ બોટ તરીકે ઉપયોગમાં લેવાની વ્યવસ્થા કરવામાં આવશે.

કાંકરિયામાં વિવિધ પ્રકારની બોટિંગ સુવિધાઓ માટે નીચે મુજબના દર નક્કી કરવામાં આવ્યા છે:

આ ઉપરાંત કાંકરિયા પરિસરમાં ફ્લોટિંગ કેફે પણ શરૂ કરવાની યોજના છે, જેના કારણે મુલાકાતીઓને જળવિહારની સાથે અલગ પ્રકારનો મનોરંજનનો અનુભવ મળશે.

બોટિંગના સંચાલન માટે નક્કી કરાયેલી વ્યવસ્થા મુજબ પ્રતિ ટિકિટની આવકમાંથી 15 ટકા નફાની રકમ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ચૂકવવાની રહેશે.હરણી બોટ દુર્ઘટના બાદ સલામતીના કારણોસર બંધ કરવામાં આવેલી બોટિંગ સેવા ફરી શરૂ થવાથી કાંકરિયા ફરવા આવતા શહેરીજનો અને પ્રવાસીઓને મોટી રાહત મળશે. જોકે, નવી વ્યવસ્થામાં સુરક્ષાના નિયમોનું કડક પાલન કરવું મુખ્ય પ્રાથમિકતા રહેશે.

આ સમાચાર શેર કરો

WhatsApp Facebook X Telegram LinkedIn Email

📰 વધુ સમાચાર

અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
અમદાવાદના સરખેજમાંથી MD ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઈ:NCBના દરોડામાં મકાનના ભોંયરામાંથી કરોડો રૂપિયાનો કાચો માલ મળ્યો
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીની રાત્રે અમદાવાદમાં 26 સ્થળે આગના કોલ, ફટાકડાના તણખાથી આગે ધર્યું રૌદ્ર સ્વરૂપ
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
દિવાળીએ અમદાવાદમાં પ્રદૂષણનો વિસ્ફોટ, ચાર વિસ્તારોમાં AQI 200ને પાર, હવા બની ઝેરી
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદમાં મટોડા GIDCમાં ચોકલેટ બનાવતી કંપનીમાં આગથી અફરાતફરી! ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
8 નવેમ્બરે અમદાવાદ મેટ્રો સાંજે 7 વાગ્યા સુધી જ દોડશે, ગાંધીનગરમાં રાબેતા મુજબ સેવા ચાલુ રહેશે!
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
અમદાવાદીઓ માટે મહત્વપૂર્ણ સમાચાર; 3 અને 4 નવેમ્બરે ચીમનભાઈ પટેલ બ્રિજ પર ટ્રાફિક ડાયવર્ઝન જાહેર, જાણો વૈકલ્પિક માર્ગો
Hi મોકલો